Wednesday, July 28, 2010

અહીં કોણ ખુદાને પૂછે છે !!!!!!

_____________________________________________________________________

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ..... આખરે તો
એ મા-બાપનેજ અનુસરશે !

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, જેમાં એક ચકલું ય પોતાની
તરસ ના છિપાવી શકે !!!

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથી બદલાતા ખાલી તેમના
અભિગમ બદલાય છે.

જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે!

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય, તે મોત!
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે, તે મોક્ષ!!!

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
_____________________________________________________________

No comments:

Post a Comment