Wednesday, May 26, 2010

શેષનાગનું માનવરૂપ

શેષનાગનું માનવરૂપ (િપતા) હિરદાસ વ્યાસ

વર્ષો પછી મેં અનુભવ્યું કે િપતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાંદમાં છત્રી અને ગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે. એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કે રંગબેરંગી ફુગ્ગો બની જવામાં પણ એમને સંકોચ નથી થતો. જોકે પોતાના આનંદની કોઇ પણ ક્ષણ હોય તેઓ આછા સ્મિતથી વધારે કોઇ પ્રતભાવ નથી દર્શાવતા. આવી પળોમાં િપતા તરીકે એમનું વ્યક્તિત્વ અદ્ર્શ્ય થઇ જાય છે.

છતાં ક્યારેક એવું બને છે કે, માતાની સરખામણીમાં િપતાને હંમેશા ભૂલી જવાય છે. દૂર વસતાં બાળકો પત્ર લખે ત્યારે પત્રોમાં માંને પહેલું સંબોધન કરે છે. શાયદ િપતા માટે તો માત્ર થોડી લીટીઓજ લખાયેલી હોય છે, તો પણ બાળકોના પત્રમાં લખાયેલા એ થોડા શબ્દોને પણ તેઓ એકાંતમાં ઘણીવાર વાંચે છે. એ સમયે એમનો ચહેરો કદાચ અત્યંત દયામણો અને લાચાર લાગે છે, છતાં એકાંતમાં પણ પોતાના ચહેરા પરની રેખાઓ ભાવુકતાની ચાડી ન ખાઇ જાય એની નિષ્ફળ કોશિશ કરતાં રહે છે.

બાળકો મોટાં થતાં જાય છે એમ એમને લાડ લડાવવામાં પણ તેઓ ખચકાટ અનુભવે છે. ક્યારેક મોકો મળી જાય તો તેઓ ઘરમાં સૂતેલાં બાળકોને પોતાની આંગળીઓથી પંપાળે છે, નમીને એમના કપાળને ચૂમે છે. એવામાં બાળક જો સળવળ્યું તો સંકોચાઇને એ એવા દૂર ખસી જાય છે, જાણે ક્યાંક ચોરી કરતાં પકડાઇ ગયા હોય!

સરકાર દ્વારા સન્માનિત થવા છતાં પણ પોતાનાં બાળકો માટે તેઓ હંમેશ એક નિષ્ફળ શિક્ષક ગણાય છે. ઓફીસ કે સરકારી ખાતું બાહોશીથી ચલાવવા છતાં ઘરના મોભી તરીકે િપતા મીંડું જ સિદ્દ થાય છે. કયારેક વળી પત્ની બે ચાર દિવસ માટે એકલી જ કોઇ સંબંધીને ત્યાં જાય છે ત્યારે તેઓ જીવ રેડી પોતાનાં બાળકો માટે મા અને િપતા બંનેની ભૂિમકા િનભાવવા તત્પર થઇ જાય છે. રસોડામાં ઘૂસી નવા પ્રયોગ કરવા લાગે છે, બાળકોનાં પુસ્તક-કપડાં વગેરે ઉત્સાહથી વય્વસ્થીત કરે છે. આ બધાં કામને કારણે એ િદવસોમાં તેઓ ઓફીસ મોડા પહોંચી બોસનો ઠપકો સાંભળે છે, પણ ઘરે આવતાં જ એ બધું ભૂલીને ફરીથી બાળકો માટે કંઇક નવું સારું કરી છૂટવાની કવાયતમાં લાગી જાય છે. પછી પત્ની જ્યારે પાછી ફરે છે ત્યારે બાળકો િપતાની ઘણી હાસ્યાસ્પદ કોશિશોની મજાક ઉડાવી પોતાની માને સંભળાવે છે, કદાચ થોડા સમય માટે ખોટું પણ લાગે છતાં પોતે પણ એ વાતને હસી નાખે છે. માની ગેરહાજરીમાં ભૂલમા પણ સ્વાદિષ્ટ બની ગયેલી કોઇ વાનગીના કે દીવાનખાનાની નવી ગોઠવણીના બાળકો મા આગળ ક્યારેક વખાણ કરી બેસે ત્યારે િપતાના હ્રદયમાં ઊઠતા ભાવ એમનો ચહેરો ક્યારેય દર્શાવી નથી શકતો.

ઘરબહાર િપતા ઘણીવાર હેરાન-પરેશાન અને હતાશ-નિરાશ થાય છે પણ ઘરમાં પગ મૂકતાંની સાથે જ પોતાના પર એક ખુશમિજાજી માણસ અને વિજયી યોદ્દાનું કવચ ચઢાવી લે છે. કોઇકોઇ વાર તેઓ પોતાની પત્ની સાથે પોતાના પરાજયના દુઃખને વહેંચવાની કોશિશ પણ કરે છે પણ થોડીજ વારમાં એ પત્નીના મોંઢે કહેવાતી બાળકો, બહેનપણીઓની કે સગાંસંબંધીઓની વાતો પર હા-હં કરતા દેખાય છે. પત્ની પાછી એ વાતો કરતી કરતી નિરાંતે સૂઇ જાય છે અને પોતે સાંભળેલી વાતો અને ન કહી શકાયેલી વાતો વાગોળતા જાગતા પડી રહે છે. ઘરમાં જ્યારે પણ કોઇ મુદ્દે ચર્ચા છેડાય છે ત્યારે ઘરના બાકી બધા લોકો એક તરફ અને િપતા બીજી તરફ એકલાઅટૂલા ઊભા હોય છે. ઘર અને બાળકોને લગતા તમામ નિર્ણયોમાં પણ એ લઘુમતીમાં હોય છે. ટૂંકમાં બહુ ઓછીવાર કોઇ એમની સાથે સહમત થાય છે. બાળકોના મોટા મોટા િનર્ણયોમાં પોતાની અનુમિત ન હોવા છતાં અને એથી પોતે ખીજાયેલા હોવા છ્તાં તેઓ બાળકોની ઇચ્છા પૂરી કરવા મથે છે. િવિધની વક્ર્તા એ છે કે આમ છતાં બાળકોની ઇચ્છામાં આડે આવવામાં સૌથી મોખરે તેઓ જ ખટકતા દેખાય છે. બાળકો ખાતર ઘણો પિરશ્રમ વેઠવો પડતો હોવા છતાં તેઓ એને છુપાવવામાં જ માને છે. બાળકોની સફળતા અર્થે મનોમન ઇશ્વરને સ્મરતાં- િવનવતાં રહે છે.

બાળકોને લગતી કોઇ પણ ખબર િપતા પાસે લગભગ ‘સેકન્ડ-હેન્ડ’જ આવતી હોય છે. શરૂશરૂમાં એમને માઠું પણ લાગતું હોય છે, પણ પછી એ ખોટું લગાડવાનું છોડી એ સમાચારો અનુસાર સુખી કે દુખી થવાનું શીખી જાય છે. ખરી રીતે િપતા શેષનાગ જેવા હોય છે. એમણે આ પરિવાર રૂપી પ્રુથ્વીને પોતાના માથે હાલકડોલક થયા વગર, થાકયા વગર અને સતત સંતુલન જાળવી ઊંચકી રાખવાની હોય છે. થાકીને જરાઅમથું પણ માથું હલાવી દે તો તરત જ આખાય પરિવારમાં હાહાકાર મચી જાય છે. ત્યારે ધ્રૂજી ઉઠેલા કુટુંબને જોઇ પોતાના થાકની વાત કોઇને પણ કહ્યા વગર, ફરીથી ક્યારેય પાછા ન થાકવાનો િનર્ણય કરી પોતાના કામમાં તેઓ વધુ એક વાર મગ્ન થઇ જાય છે…. દીકરો મોટો થઇ પહેલીવાર નોકરી કરવા બીજા શહેરમાં જતો હોય છે ત્યારે ઉપરઉપરથી ખૂબ ખુશ, નિશ્ચિત અને સામાન્ય દેખાવાનો ડોળ કરતાં િપતા અંદરથી ખૂબ ઉદાસ થઇ જાય છે. એ દીકરાને શાંતિથી શિખામણના બે બોલ પણ નથી કહી શકતા. પોતાના સ્વરને સંયમિત રાખવાની કોશિશમાં િવદાય સમયે પણ તેઓ લગભગ ચુપકીદી સેવે છે. એમની આ ચૂપકીદીને કદાચ કોઇ નિષ્ઠુરતા તથા ઔપચારિકતા માની લે છે. છતાં કોઇ વાર લાગણીવશ કોઇને કહ્યા વગર તેઓ ચુપચાપ એકલા જ દીકરાના શહેરમાં પહોંચી જાય છે. ઘણા વખતે દીકરાને મળ્યા પછી છાતીએ લગાડી ન્યાલ થઇ જાય છે. ડાયાબિટીસ હોવા છતાં દીકરા દ્વારા મંગાવાયેલી ચા કોઇપણ જાતના ભય વગર આનંદથી ચૂસકીઓ મારી પી લે છે અને પોતાના આગમનને કારણે દીકરાને નોકરીમાંથી અદધી કે આખી રજા લેવાનું નથી કહેતા.તેઓ દીકરાના ગયા પછી એનો અવ્યવસ્થિત રૂમ સાફ કરવાનો આનંદ માણવા માંગે છે પણ કપડાંની પાછળ રાખેલું સિગરેટનું પેકેટ જોઇ સફાઇ કરવાનો ઇરાદો માંડી વાળે છે. સાંજે દીકરો પાછો ફરે છે ત્યારે એને કોઇ વાતનો અણસાર પણ નથી આવવા દેતા કે એ ચીજોનો ઉલ્લેખ પણ નથી કરતા. શું વાતચીત કરવી એ પણ એમને સુઝતું નથી ત્યારે દીકરાની સાથે ફકત ડીનરનો આનંદ લઇ પોતે જરૂરી મીટિંગ છે એવું બહાનું કરી દે એ જ રાતે ત્યાંથી રવાના થઇ જાય છે. હા, જતી વખતે દીકરાના હાથમાં થોડી નોટોની થપ્પી થમાવવાનું સુA તેઓ અવશ્ય લે છે. બસ, આમ જીવનની ભાગદોડમાં એક દિવસ અચાનક િપતા પડી જાય છે, ફરી ન ઊઠવા માટે. આખો પરિવાર અવાચક રહી જાય છે. એમના ન હોવાના દુખમાં એમની હયાતીનું મહત્ત્વ કોઇ નવા અર્થમાં સમજાય છે. અને છેવટે િપતાજી ઘરના કોઇ ખંડમા એક દીવાલ પર માળા પહેરી છિબમાં લટકી જાય છે, છતાં ઇતિહાસના કોઇ પણ પુસ્તકમાં એ િપતા તરીકે નથી મળી શકતા !

No comments:

Post a Comment